મોમાઈ નગર વિસ્તારના બાંધકામ તેમજ આ સંગઠિત ક્ષેત્રના વર્કરો દ્વારા વારંવાર સંગઠન ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી
કે વર્ષો થી અમે આ વિસ્તારમાં રહેણાંક કરીએ છીએ તો તાત્કાલિક આ વિસ્તારને આકારણીમાં લઈ અને રાપર નગરપાલિકામાં સ્થાન આપવામાં આવે જેથી કરીને સરકારની આવાસ યોજનાઓ નો અમને લાભ મળી શકે તેવા હેતુથી આજે મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું
બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને સરકારશ્રીની યોજના અને સંગઠન લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.
વેલાસર નગરપાલિકામાં આકારણી કરવામાં આવે એવી લોકોએ માગ પણ કરી છે તેની સાથે સરકારની યોજનાઓનો ખૂબ અન્ય લાભો પણ મળે છે
આવાસ યોજનાનો પણ લાભ મળે એવી આશા રાખીએ છીએ
અહેવાલ રામજીભાઈ રાપર કચ્છ
