July 11, 2025 11:42 am

સાપુતારા નોટીફાઇડએરીયા કચેરીના ફાય૨ગાડીનાં ડ્રાઇવરે લાલચમાં આવીને ૯૮૧૫ રૂપિયા ગુમાવ્યા.

આજનાં સમયમાં ડિજિટલ યુગ ઝડપી વિકસી રહ્યો છે. જેના વર્તમાન સમયમાં ફાયદા પણ છે, અને ગેરફાયદા. પણ છે. રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટિફાઇડ એરીયાની કચેરીમાં ફાયર ગાડીનાં. ડ્રાઇવરે ઓનલાઈન ઈનામી ડ્રો. ની જાહેરાત જોઈ, લાલચમાં આવી ૯૮૧૫ રૂપિયા ગુમાવ્યા અને સાયબર ફ્રોડનો શિકાર બન્યો. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના. ગુંદીયા ગામે રહેતો કાલિદાસભાઈ કિશનભાઇ બંગાળ (ઉંમર ૫૪) સાપુતારા ખાતે આવેલી નોટિફાઇડ એરિયાની કચેરીમાં ફાયર ગાડી ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.અને પોતાનું અને પોતાના પરિવારનું જીવન નિર્વાહન કરે છે. જેઓએ તા.૨૫/૧૦/૨૦૨૪ શુક્રવારના રોજેસાંજના અંદાજે ૪ વાગ્યા ફેસબુક પર વીડિયો જોતા ઇનામી ડ્રો નો વિડીયો જોયો હતો. જેમાં. શરીદેવ નારાયણ ગૌશાળા સેવા સમિતિ અનેઉપહાર યોજના (રોપા તા.જહાજપુર જી.શાહપુરા, ભીલવાડા રાજસ્થાન) નામનું પોસ્ટર ઇનામી ડ્રોવાળુ હતુ.જેથી ફાયર ગાડીનાં ડ્રાઇવરે વધારેની માહિતી કોલ કરીને મેળવી પછી લાલચમાં આવીને ઈનામી ડ્રો ના પાંચ કુપન ખરીદ્યા હતા.જે પછી લોભ લાલચમાં આવી ટુકડે ટુકડે કરીને કુલ ૯,૮૧૫ રૂપિયા ઓનલાઈન ગુગલ પે ના માધ્યમથી ચૂકવેલા હતા.જ્યારે ફાયર ગાડીનાં. ડ્રાઈવર પાસેથી હજી વધારે૭000ની માંગણી કરતા. ફાયર ડ્રાઈવરે સતર્કતા દાખવી હતી. અને તેમણે પોતાને લાગ્યું કે મારા જોડે ફ્રોડ થઈ રહ્યો છે.જેથી સાયબર ફ્રોડ. હેલ્પલાઇન નંબર ૧૯૩૦. પર કોલ કરી, પોતાના જોડેબનેલ ઘટનાની સમગ્ર માહિતી જણાવી હતી. અને તારીખ ૧૮|૦૩/૨૦૨૫ના રોજ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ. ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલે બી.એન.એસ.ની કલમ ૩૧૮ (૪), ૩૫૧ (૪), ધી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ની કલમ ૬૬ (D) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર સંદીપ ચૌધરી ડાંગ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ