June 12, 2025 9:30 pm

આજરોજ પાલીતાણા થી પાંચ કિલોમીટર દૂર નાનું ગામડું ભાદરકા નાં દિવ્યાંગ,, અશોકભાઇ અને તેમનાં ધર્મપત્ની,, સાક્ષાત ભગવાન સ્વરુપ અમાસ નાં પવિત્ર દિવસે ખાસ મને અતિશય લાગણી ઋણાનુબંધ ને હિસાબે ખાસ મને મળવા પધાર્યા હતા,,

બન્ને પતિ પત્નિ સાવ બેઠાં બેઠાં ચાલે છે,, અને તેમનાં ગામડે પોતે મહેનત કરિને,, લઘુતા ગ્રંથી છોડીને આત્મબળે રોજગારી મેળવી,, આનંદ ઉત્સાહ ઉમંગ થી ઘરનું ભરણ પોષણ કરે છે,, તેઓ દિવ્યાંગ ને પ્રેરણારૂપ છે તેઓ,, બન્ને પગે દિવ્યાંગ બેઠાં બેઠાં ચાલે એ છતાં,, આનંદ ઉત્સાહ ઉમંગ સાથે હિંમતભર દળવાની ઘંટી ચલાવીને, સ્વમાન ભેર રોજગારી મેળવે છે તેમનો એક, પાચ વર્ષનો પુત્ર પણ મારા ઘરે આવીને રાજીના રેડ થઈ ગયો,, અશોકભાઇ અને તેમનાં ધર્મપત્ની નું દિવ્યાંગ સેવાકીય કાર્યકર મનસુખભાઇ કનેજીયા અને રસીલાબેન મનસુખભાઇ કનેજીયા એ ઉમળકાભેર સ્વાગત ,, સન્માન કરી કાઠિયાવાડી મહેમાનગતિ કરી હતી,, ચા પાણી અને બપોરે મનભાવન ભોજન,, રાજભોગ મઠો,, ચુરમાના લાડુ આખા બટેટા નું દમાલું પૂરી,, કાચી કેરીનું કચુંબર,છાસ,, જમાડીને, દિવ્યાંગ દંપતી નાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા,, અશોકભાઇ અને તેમનાં ધર્મપત્ની નાં ખાસ દીલ થી આશીર્વાદ એ જ મારા માટે એવોર્ડ્સ મોટામાં મોટો પુરસ્કાર છે કાઠિયાવાડી મહેમાનગતિ તરીકે મોઢામાં લાડવા આપીને ભરપેટ ભોજન કરાવ્યું હતું,,, અશોકભાઇ અને તેમનાં ધર્મપત્ની નિ કેટલાંય દિવસથી મને મળવા નિ તીવ્ર ઇચ્છા હતી,,, તેમનાં મુખે કહીએ તો એ કહે મનસુખભાઇ તમારી સેવા કાર્ય થી હુ અને મારા ઘર્મ પત્ની બહુજ પ્રભાવિત થયા છીએ,, તમને અમે સાક્ષાત ભગવાન સ્વરૂપ માનીએ છીએ,, ફોન મા અમારા જેવાં દિવ્યાંગ ને હસી ખુશી થી માર્ગદર્શન અને તમારી બોલવાની વાણી થી અમો ગદ ગદ હર્ષ ની લાગણી અનુભવીએ છીએ અને અમને હંમેશા સાચું માર્ગદર્શન પુરૂ પાડી અમારી હિંમત વધારી દીધી છે,તમારા દરેક મેસેજ ફોટા જોઈને અમે ખરેખર ખુબજ ખુશી અનુભવીએ છીએ,, તમારી દિવ્યાંગ ભાઈ બહેનો પ્રત્યે ની અનન્ય સેવા ને મારા પ્રણામ,, મનસુખભાઇ તમો વધુને વધુ સેવાકીય કાર્ય કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થનાં કરું છું,,જે આજે મારા ઘરે સપરિવાર મળીને ખૂશ ખુશાલ થઇ આશીર્વાદ પ્રદાન કરિને તેમનાં ઘરે મને પરીવાર સહિત પધારવાનું ખાસ આમંત્રણ પાઠવી હોંશે હોંશે તેમનાં ઘરે જવા પ્રયાણ કર્યું,,, અહેવાલ લેખન સંકલન,, મનસુખભાઇ કનેજીયા,, દિવ્યાંગ સેવાકીય કાર્યકર સિહોર

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ