પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે. નાથી સાહેબ, પાટણનાઓએ મિલ્કત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે તેમજ મે.ના.પો.અધિ.સા.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ રાધનપુરનાઓના તથા પો.ઇન્સ.શ્રી આર.એચ સોલંકી સા.નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન સચોટ બાતમી હકીકત મળી આવેલ કે નીચે જણાવેલ શકમંદ ઇસમ ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી આગળ રોડ ઉપરથી એક મોટર સાઇકલ લઈ નીકળનાર છે જે મોટર સાઇકલ તેણે છળકપટ કે ચોરી કરેલ હોઈ જે હકીકત આધારે સદરી ઇસમને ઉભો રાખી સદરીની તેમજ મોટર સાઇકલ બાબતે પોકેટ કોપમાં સર્ચ કરતાં સદરી મોટર સાઇકલ આજથી બે માસ અગાઉ ચાણસ્મા બસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલ હોવાનુ જણાઇ આવતાં સદરી આરોપીને પોસ્ટે લાવી પુછપરછ કરતાં સદરી મોટર સાઇકલ ચાણસ્મા બસ સ્ટેશન ખાતેથી ચોરી કરેલાની કબુલાત કરેલ હોઇ જે નીચે મુજબના મોટર સાઇકલ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઝાલા સુરેશજી અનુપજી વાઘાજી રહે. કેશણી તા.ચાણસ્મા જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) મોટર સાઇકલ નંગ-૦૧ કિં.રૂ.૧૫,૦૦૦/-
ડીટેકટ થયેલ ગુનાઓની વિગતઃ-
(૧) ચાણસ્મા પો.સ્ટે પાર્ટ-A-૦૧૪૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબ
