આવતીકાલે રામનવમી ના તહેવાર ને અનુલક્ષી ને પાલનપુર શહેરમાં પાલનપુર પૂર્વ અને પશ્ચિમ પોલીસ નો સમગ્ર સ્ટાફ પાલનપુર ના સંવેદનશીલ અને શાન્ત વિસ્તારો એવા મોટી બજાર, ખોડા લીમડા, ગઠામણ ગેટ,બનાસની ગોળાઈ, કીર્તિસ્તંભ, સીમલા ગેટ વગેરે પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં આ ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતું.પોલીસ નો કાફલો જોઈ લોકો ચર્ચા કરતા હતા કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો નહીં તો દાદા નું બુલડોઝર ફરી વળશે.અસામાજીક તત્વો હવે કોઈ પણ તહેવાર માં શાંતિ ડહોળવાના પ્રયત્નો કરશે તો એમની શાંતિ હણાઇ જશે એવા સ્પષ્ટ સંકેત પોલીસ આપી દીધા છે આવતીકાલે રામનવમી હોવાથી પથ્થર સડક થી ભગવાન રામ ની શોભા યાત્રા પાલનપુર શહેરમાં નીકળશે અને આ શોભા યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના કે બનાવ ન બને એ ધ્યાનમાં રાખીને આજે આ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
