June 12, 2025 9:05 pm

સિદ્ધપુરમાં રામનવમી પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી

કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું

શોભાયાત્રામાં સંતો મહંતો સહિત રાજકીય, સામાજિક આગેવાનો જોડાયા

કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે ભગવાન શ્રીરામના જન્મોત્સવ પર્વ નિમિત્તે નીકળેલ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. રોકડીયા હનુમાનજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા એ નગરનુ પરિભ્રમણ કર્યુ હતુ જેમા ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા

સિદ્ધપુરમાં રવિવારે રામનવમી પર્વે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં રોકડીયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામજીની આરતી ઉતાર્યા બાદ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. શોભાયાત્રામાં સંતો, મહંતો વિવિધ યુવક મંડળો, ગરબા સેવા મંડળો અને ભાવિ ભક્તોએ જય શ્રી રામ નાં ગગન ભેદી નારા બોલાવતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામ મય બન્યું હતું. ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા બગીઓ, ઘોડા, ડીજે સાથે નીકળી હતી. આ શોભાયાત્રાના રૂટ પર વિવિધ સેવાકેમ્પો રાખવામાં આવ્યા હતા. ભક્તિમય વાતાવરણમાં નીકળેલી શોભાયાત્રાને લીધે સિદ્ધપુર જાણે ભક્તિમય વાતાવરણમય બન્યું હતું.

રામનવમી પર્વે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રામાં સાધુ – સંતો, સંગઠનના પદાધિકારીઓ, ધર્મ પ્રેમી જનતા, સેવાભાવી સંસ્થાઓના આગેવાનો , સામાજિક આગેવાનો જોડાયા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ