June 12, 2025 8:38 pm

નાલંદા વિદ્યાલય પુણાગામ સુરત ખાતે હૃદયના ભાવની ઉર્મિઓને ઉજાગર કરવા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્યશ્રી મગનભાઈ સોલંકી સાહેબ અને સુપરવાઇઝર શ્રી હરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકશ્રી દિનેશભાઈ પટેલે આ નિબંધ સ્પર્ધામાં કન્વીનર તરીકે અને કિરણભાઈ પટેલે સહકન્વીનર તરીકેની ભૂમિકા ભજવી સમગ્ર સ્ટાફ મિત્રોના સહકાર દ્વારા આ નિબંધ સ્પર્ધાને સફળ બનાવી હતી.

આ નિબંધ સ્પર્ધામાં લગભગ 350 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી અમારી શાળાના માધ્યમિક વિભાગના તજજ્ઞ ગુજરાતી શિક્ષક મિત્રો દ્વારા તેનું પરીક્ષણ કરી

દરેક વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા.

આ વિજેતા 110 વિદ્યાર્થીઓને શાળા દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઈનામ વિતરણ કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે હાજર રહીને નાલંદા વિદ્યાલય દ્વારા આપવામાં આવેલ યોગ્ય પ્રોત્સાહિત ઇનામ પ્રાપ્ત કરી શાળાની મુલાકાત લઈ અંતે અલ્પાહાર કરીને ખૂબ આનંદિત અને પ્રફુલિત બન્યા હતા. નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પણ શાળા દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને અંતે દરેક વિદ્યાર્થી અને વાલી મિત્રોએ સમગ્ર કેમ્પસની, પ્રયોગશાળાની, આઈ.ટી. લેબ, બ્યુટી & વેલનેસ લેબની તેમજ શાળામાં બનાવવામાં આવેલ ચિલ્ડ્રન થિયેટરનો નજારો નિહાળી ખૂબ જ આનંદ વિભોર થયા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નાલંદા વિદ્યાલયના માધ્યમિક વિભાગના તમામ સ્ટાફમિત્રોએ ખૂબ મોટી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે મહામૂલુ યોગદાન આપ્યું છે.તે બદલ શાળા પરિવાર દરેક સ્ટાફ મિત્રોનો તેમ જ ભાગ લેનાર તમામ સ્પર્ધક મિત્રોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ