રણમાં સખત ગરમીના તાપમાન વચ્ચે રણની વચ્ચે વાહેદપુરા દ્વારા સેવા કેમ્પ..સેવા કેમ્પમાં મેડિકલ સેવાથી લઈને ચા પાણી, નાસ્તો અને રાત્રી રોકાણની વ્યવસ્થા…
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામના મહાકાલ ગ્રુપ દ્વારા ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ સેવા કેમ્પમાં સેવા આપતાં ગ્રુપના યુવાનો જે રણ મધ્યે વચ્છરાજ દાદાની જગ્યાએ જતા પગપાળા ભક્તો ને સેવા સગવડ મળી રહે તે માટે દાદાની જગ્યાથી રણમાં અમરાપુર થી 10 કીમી રણમાં ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રણ માર્ગ આશરે 60 કિમી દુર કેમ્પ છે.
આ કેમ્પમાં ઉપલબ્ધ સુવિધા જેમ કે ઠંડુ પાણી,જમવાનું, ચા નાસ્તા,તરબૂચ,ઓરેન્જ સરબત, આરામ માટે ની સુવિધા, રાત્રી રોકાણ માટે સુવાની ઉત્તમ વ્યવસ્થા ભક્તો દ્વારા કરવામાં આવે છે.વચ્છરાજએ ચૈત્ર સુદ એકમથી લઈને પુનમ સુધી પગપાળા યાત્રાળુઓ બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે એમના સેવાકાર્ય માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ કેમ્પમાં દાનની ભેટ આવે છે તે વચ્છરાજ દાદા ના ગૌશાળા માં ઘાસચારા માટે આપી દેવામાં આવે છે.અને વીર વચ્છરાજ દાદા તેમજ ચોટીલા પગપાળા યાત્રાળુંઑ માટે મહાકાલ ગ્રુપ વાહેદપુરા દ્વારા ભવ્ય સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. કેમ્પ તા.04.04.2025 થી લઈને તા. 12.04.2025 સુધી એટલે 9 દિવસ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
