પાલનપુર તાલુકાના ભૂતે ડી બસસ્ટેશન આગળ મંગળવારે બપોર ના સમયે એક કાર પસાર થઈ રહી હતી.તયારે અચાનક કારમાં આગ લાગી હતી.કાર ચાલકે સમય સૂચકતા વાપરી બહાર આવી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.આધારભૂત માહિતી મુજબ દાંતીવાડા તાલુકાના રામનગર ગામ ના યુવાનો ગાડી લઈને સતલાસણા જઇ રહ્યા હતા અને એકાએક આ દુર્ઘટના બની હતી.અચાનક આગ લાગતાં યુવાનો ગભરાઈ ગયા હતા પરંતુ બહાર આવી જતાં બધાય મિત્રો નો જીવ બચી ગયો હતો.આ દુર્ઘટના અંગે એક જાગૃત નાગરિકે પાલનપુર નગરપાલિકા ના ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ ના જવાનોએ પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તો મોડું થઈ ગયું હતું અને ગાડી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ગામના લોકો એકબીજા સાથે ચર્ચા કરતા હતા કે સી.એન.જી.કીટ ફીટ કરાવેલી ગાડીમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને ઊનાળા ની સીઝન દરમિયાન નિયમિતપણે ગાડી નીસર્વીસ કરાવવામાં આવે તો આવી દુર્ઘટનાઓ થી બચી જવાય.
રિપોર્ટર અસ્મિતા બી.( બી.કે).
