“પ્રોજેક્ટ ગ્રીન ઊંઝા” ની પહેલ અંતર્ગત રિંગ રોડ, ટી.પી. નં 5 ના ડિવાઈડર પર 70 કરતાં વધુ ટર્મિનેલિયાના પ્લાન્ટ્સ વાવવામાં આવ્યા છે, પ્રત્યેક છોડને ખાસ સુરક્ષા કવર સાથે લગાવવામાં આવ્યા છે. આ સુંદર અભિયાનનું નેતૃત્વ ઊંઝા વોર્ડ નંબર 1ના સક્રિય કોર્પોરેટર શ્રી દિક્ષીતભાઈ પટેલ, કોર્પોરેટર અને જેસીસ પ્રમુખ અલ્કેશભાઈ પટેલ તથા JCI ના પ્રતિબદ્ધ સભ્ય શ્રી રાકેશભાઈ પટેલ (J.P.) દ્વારા કરવામાં આવ્યું, જેમનો ઊંઝાને લીલોતરીથી ભરી દેવા માટેનો અભિગમ ખરેખર પ્રશંસનીય છે.
ટી.પી. નં. 1, પાટણ રોડના રહેવાસીઓ, આ ઉમદા કાર્યમાં યોગદાન આપનાર દરેક વ્યક્તિનો તેઓએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં તેમના અમૂલ્ય યોગદાનથી હવે લીલાછમ, સ્વચ્છ અને સુંદર ઉંઝાની આશાઓને સાકાર કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
