નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ ઘટક અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા ખાતે તા. ૨૦ મે ના રોજ પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકાની કૃષિ સખી બહેનો તેમજ સીઆરપી ભાઈઓની રેસિડેન્શિયલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ સખી બહેનો તેમજ સીઆરપી ભાઈઓને ફાળવવામાં આવેલ સમાવિષ્ટ ક્લસ્ટરના કૃષિ સખી બહેનો તેમજ સીઆરપી ભાઈઓની પાંચ દિવસીય રેસિડેન્શિયલ તાલીમ નું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેનાર બહેનો તેમજ ભાઈઓને પ્રાકૃતિક કૃષિ તેમજ પાંચ આયામોની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં તાલીમાર્થીઓને વ્યાખ્યાન અને પ્રાયોગિક એમ બંને ઢબ થી સમજ આપવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
