June 12, 2025 8:19 pm

Patan | હારીજ પુરવઠા નિગમ તેમજ સમીના હેડ વર્કસની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા કરવી – પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

ભૂતિયા કનેક્શન પકડવવા માટે વહીવટી તંત્રને તાકીદ કરતા મંત્રીશ્રી

આજરોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉનની મુલાકાત લઈ પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત પાણી પુરવઠામંત્રીશ્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને e-kyc અંગેની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે વહેલી તકે e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે , પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈપણ લાભાર્થીઓ વંચિત ના રહી જાય તે અંગેની તાકીદ કરી હતી.

વધુમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ હારીજ ગામના પીવાનાં પાણીનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલાં પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

મંત્રીશ્રીએ ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબધિત અધિકારીશ્રીઓને સૂચન કરવામાં આવ્યા હતા. તેમણે જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડવવા માટે વહીવટી તંત્રને તાકીદ કરી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, સંગઠનના સદસ્ય શ્રી રમેશ સીંધવ, ડો દશરથજી ઠાકોર, પુરવઠા તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિતના સંબંધિત વિભાગનાં અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ