બેચરાજી તાલુકાના સાપાવાડા ગામના વતની અને હાલ વિજાપુરના રહેવાસી અલકા & દેવ ગ્રૂપ શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાના દાસાનુદાસ સેવક તથા શ્રી લોદરા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કે.સી.એમ.પટેલ પ્રાથમિક શાળા લોદરામાં ધોરણ ૬ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા પટેલ શ્રીજી સતીષકુમાર મોહનભાઈ ઈશ્વરભાઈએ દુબઈમાં યોજાયેલી મેથેલો અબાકસ એન્ડ મેન્ટલ એરીથમેટીક આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપ ૨૦૨૫ પરીક્ષામાં ટોપ રેન્કરમાં ૨ (દ્વિતીય) નંબર પ્રાપ્ત કરેલ છે અને અગાઉના વર્ષોમાં ભારતની રાષ્ટ્રીય લેવલની પરીક્ષામાં ટોપ રેન્કરમાં ૬ નંબર તથા ગુજરાત રાજ્યમાં લેવાયેલી પરીક્ષામાં ટોપ રેન્કરમાં ૨ (દ્વિતીય) નંબર અને ૫ નંબર પ્રાપ્ત કરેલ હતો, શ્રીજી વિદ્યાભારતી સંલગ્ન શિશુ મંદિર શ્રી સરસ્વતી વિદ્યાલય અને સરદાર પબ્લિક સ્કૂલ વિજાપુર તથા સાપાવાડા પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, સૌથી વધારે યોગદાન આપનારા શ્રીજીના માતૃશ્રી ચેતનાબેનનો એક નાના શહેર અને ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરી સફળ થવાનો સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે.
રિપોર્ટર આવરસિંહ મહેસાણા
