પાંચ નગરપાલિકા, પાંચ સંવેદનશીલ એરિયા અને આઠ સરહદી ગામો એમ કુલ ૧૮ લોકેશન પર મોકડ્રીલ:- રાત્રે ૮ થી ૮:૩૦ કલાકે બ્લેક આઉટ
મોકડ્રીલમાં નાગરિકોને સહયોગ આપવાનો અનુરોધ કરતા કલેક્ટરશ્રી તુષાર કુમાર ભટ્ટ
કેન્દ્રીય સરકારના નિર્દેશ પ્રમાણે તા.૨૯ મી મે, ૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લામાં સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ યોજનાર છે. જિલ્લામાં બી.પી.સી.એલ ટર્મિનલ, સિધ્ધપુર, આઇ.ઓ.સી.એલ. ટર્મિનલ, સિધ્ધપુર, જી.આઇ.ડી.સી. સિધ્ધપુર, સિધ્ધપુર નગરપાલિકા, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા, રાધનપુર નગરપાલિકા,આઇઓસીએલ પાઇપલાઇન યુનિટ, રાધનપુર, એચપીસીએલ પંપીંગ સ્ટેશન, સાંતલપુર અને બોર્ડર પરના આઠ ગામો એમ કુલ ૧૮ લોકેશન પર આ મોકડ્રીલ યોજવામાં આવશે. રાતે ૮ થી ૮:૩૦ કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેક આઉટ પાળવામાં આવશે.
કલેક્ટરશ્રી તુષાર કુમાર ભટ્ટે કહ્યું કે આ મોકડ્રીલ સિવિલ ડિફેન્સ ,નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવનાર છે. યુધ્ધ જેવી પરિસ્થિતમા જે પગલાં લેવાના થાય એ પગલાં લેવાનું આયોજન કરેલું છે. કોઈ બિલ્ડિંગ પર મિસાઈલ કે ડ્રોન વડે હુમલો થાય તો એ દરમિયાન ઇજાગ્રસ્તો અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખેસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. રાત્રે ૮ થી ૮:૩૦ કલાક દરમિયાન બ્લેક આઉટ કરવાનું રહેશે. તેમજ બ્લેક આઉટ સમય દરમિયાન સ્ટ્રીટ લાઈટ, હોર્ડીગ અને દુકાનોમાં તેનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે. મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સની તાલીમ પામેલ વધુમાં વધુ વોલીન્ટીયર્સને જોડાવવા અનુરોધ સાથે નાગરિકોને સહભાગી બનવા કલેકટર શ્રી તુષાર ભટ્ટે વિનંતી કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
