જિલ્લા સેવા સદન, પાટણ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં બેન્કર્સ કમિટીની 104 મી મિટિંગ યોજાઈ હતી. જે અંતર્ગત જીલ્લા મેનેજરશ્રી કુલદીપસિહ ગેહલોત દ્વારા પાટણ જિલ્લાની બેન્કો દ્વારા વર્ષ દરમિયાન કરેલ કામગીરીનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટ દ્વારા પ્રધાન મંત્રી જન ધન યોજના, પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો લાભ વધુ માં વધુ લોકો લે તે માટે બેન્ક ના પ્રતિનિધિ ને સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાટણ ખાતે આવેલ આરસેટી પાટણ ના નિયામક શ્રી દિનેશ દગદીએ વર્ષ દરમિયાંન જિલ્લાના ગ્રામીણ સ્વરોજ્ગાર અને મહિલાઓના આર્થીક સશક્તિકરણ માટે ચાલતા વિવિધ તાલીમ કાય્રકર્મો ની માહીતી રજૂ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.પટેલ, બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રિજ્નલ મેનેજર શ્રી પંકજ રતન, રિઝર્વં બેન્ક ઓફ ઇન્ડિયા ના રાકેશ સોલંકી, અગ્રણી જીલ્લા મેનેજર શ્રી કુલદીપસિહ ગેહલોત, શ્રી દિનેશ દગદી, નિયામક આરસેટી પાટણ તથા જીલ્લાના બેન્ક ના પ્રતિનિધિ તેમજ ક્મીટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
