ચોરાડ પંથકના જાણીતા લોકસંગીતકાર અને સરહદી વિસ્તારોમાં લોકપ્રિય રમેશ પરમારનું બુધવારે બપોરે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેમની અવસાનની ખબર મળતાં ચોરાડ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રમેશ પરમાર લોકસંગીત અને “રાસડા” અને “ભાડુંતી બંગલો” જેવી લોકપ્રિય રચનાઓ માટે વિશેષ ઓળખ ધરાવતા હતા. લોકમુખે તેમના ગીતો આજે પણ પ્રેમપૂર્વક ગવાય છે. લોકસંગીતના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ તેમને “રાસડાના કિંગ” તરીકે ઓળખ આપવામાં આવી હતી.
તેઓનો અવસાન સમાચાર મળતાં તેમના ચાહકો, લોકસંગીતપ્રેમીઓ અને કલાકાર સમાજમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. ઘણા વર્ષોથી તેઓ લોકસંગીત દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી રહ્યાં હતાં. તેમના ભજનો, અને રાસડા, આજે પણ ગામડે ગામડે પ્રસાર થાય છે અને લોકોએ તેને મનથી સ્વીકાર્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
