મળતી માહિતી અનુસાર ભાભર સુઈગામ હાઈવે પર આવેલ જલારામ ગૌશાળા પાસે એક રેતી ભરેલ ડમ્પર નંબર પ્લેટ વગરનુ તેના ચાલકે રેતી ખાલી કરવા માટે હાઇડ્રોલિંગ કરતા ઉપરથી પસાર થતી 66 kv ની બલોધન ભાભર ઓવર હેડ લાઈનને ટચ થઈ જતા શોર્ટ સર્કિટ થતા અફરા તફરી મચી હતી અને સદ નસીબે મોટી જાન હાની ટળી હતી. જ્યારે શોર્ટ સર્કિટ થતા ડમ્પર નુ એક ટાયર પણ ફૂટી ગયુ હતુ.જ્યારે આ ઘટના બાદ ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકી નાસી છૂટ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં આ બનાવ બન્યો છે તે હાઈવે વાહનો ની અવર જવર થી ધમ ધમતો રહે છે અને બાજુમા જ જલારામ ગૌશાળા આવેલી છે તો આ ઘટનાથી જો કોઈ મોટી જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
