June 12, 2025 9:56 pm

Patan | પાટણ સાયન્સ સેન્ટરમાં ઉનાળા વેકેશન દરમિયાન વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો ઉત્સાહભર્યો મહોત્સવ 16 જિલ્લાઓમાંથી 10,000થી વધુ વિજ્ઞાન રસિકોની જોડાણ

પાટણ, 30 મે 2025 – પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે ઉનાળા વેકેશન દરમ્યાન વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ રમૂજી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું,

જેમાં ગુજરાતના 16 જિલ્લાઓ અને દેશના વિવિધ રાજ્યોમાંથી 10,000થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

13થી 30 મે દરમિયાન આયોજિત કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, વિશ્વ ટેલિકમ્યુનિકેશન દિવસ, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ, વિશ્વ મેટ્રોલોજી દિવસ અને આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ જેવી વૈશ્વિક ઉજવણીઓનો સમાવેશ થયો હતો.

વિજ્ઞાનપ્રેમી જનતા માટે વૈજ્ઞાનિક ચર્ચાઓ, લાઈવ સાયન્ટિફિક શો, અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સનું આયોજન કરીને વિજ્ઞાનને સામાન્ય જનતાસુદિ પહોંચાડવાનો યોગદાન આપવામાં આવ્યું.

સેન્ટર અને ગુજકોસ્ટ, ગાંધીનગરના સહયોગથી ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે 29 એપ્રિલથી 7 જૂન સુધી 6 થીમ આધારિત સમર સાયન્સ કેમ્પનું પણ આયોજન કરાયું છે. અત્યારસુધીના ચાર કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયા છે.

ત્રીજા કેમ્પમાં પાટણના સિદ્ધરાજ જવેલર્સના ભાર્ગવભાઈ ચોકસીનો નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ તેમની પ્રતિબદ્ધતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

હાલમાં 27 થી 31 મે દરમિયાન “કોડિંગ અને ઇલેક્ટ્રોનિક્સ” થીમ પર કેમ્પ ચાલી રહ્યો છે, જેમાં 59 વિદ્યાર્થીઓ જોડાયા છે. આ બાદ 3 થી 7 જૂન દરમ્યાન “ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી” થીમ પર અંતિમ સમર કેમ્પ યોજાશે.

આયોજકોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો અને નવી પેઢીમાં ટેકનોલોજી પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ