અધિક પોલીસ મહાનિર્દે-શ્રી સી.આઈ.ડી.ક્રાઈમ ગુ.રા. ગાંધીનગર નાઓ તથા ગુજરાત સરકાર દ્વારા નાર્કોટીકસની બદી નાબુદ કરવા અંગે થયેલ હુકમો અન્વયે ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અભિયાન હાથ ધરેલ હોય તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધીની એન.ડી.પી.એસ.ગુનાઓ શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલૌંસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓએ આપેલ સુચના આધારે તેમજ શ્રી પરેશ રેણુકા સાહેબ, ઇન્ચાર્જ ના.પો.અધિ.સા. રાધનપુસ્નાઓના માર્ગદર્શન હેઠળ અમો આર.એચ સોલંકી પોલીસ ઇન્સપેક્ટર ચાણસ્મા પો.સ્ટે. તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ના.રા.માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વાહન ચાણસ્મા-મહેસાણા હાઇવે રોડ ઉપર જીતોડા પાટીયા નજીક વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક ઇકો ગાડી નં. GJ-31-R-4298ની આવતાં તેને રોકવાનો પ્રયત્ન કરતા ડ્રાઇવરે રોકેલ નહી જેથી પીછો કરતા વરસાદ થયેલ હોય ગાડી રોડની સાઇડમાં ઉતરી જતાં તેમાંથી ચાર ઇસમો ભાગી ગયેલ. અને ડ્રાઇવર ઇમરાનખાન વજીરખાન દાદમહંમદ જાતે-મકરાણી રહે.પાલનપુર માલણ દરવાજા તા.પાલનપુર જી. બનાસકાંઠાવાળાને પકડી પાડી ઇકો ગાડીમાંથી તપાસ કરતાં તેમાંથી ગાંજો જેનુ વજન ૭.૭૫૦ કી.ગ્રા. કિ.રૂ. ૭૭,૫૦૦/- તથા મો.સા. નં. GJ-13-BH-4387 કિં.રૂ. ૩૦,૦૦૦/- મળી આવેલ. તેમજ સદરી ઇસમની પાસેથી મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦૦/- તથા ઇકો ગાડી નં. GJ-31-R-4298 કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ ૪,૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી એન.ડી.પી.એસ. એક્ટ 8(c), 20(b)(ii)(b), 22(b), 29 મુજબનો ગુનો રજી. કરાવેલ છે. આમ, ચાણસ્મા પોલીસે એન.ડી.પી.એસ.નો કેસ શોધી સરાહનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઇમરાનખાન વજીરખાન દાદમહંમદ મકરાણી રહે.પાલનપુર માલણ દરવાજા તા.પાલનપુર જી.બનાસકાંઠા
પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-
(૧) ઇબ્રાહીમ ખલીફા રહે.વણોદ તા.દશાડા
(૨) બીજા ત્રણ ઇસમો
કબજે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) ગાંજો-૭.૭૫૦ કી.ગ્રા. કિં.રૂ. ૭૭,૫૦૦/-
(ર) મો.સા. કિં.રૂ. ૩૦,૦૦૦/-
(૩) મોબાઇલ-૦૧ કિં.રૂ. ૫૦૦૦/-
(૪) ઇકો ગાડી કિં.રૂ.૩,૦૦,૦૦૦/-
