જિલ્લા પુરવઠા અધિકારી પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, પાટણ જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલ e-KYC કરવાના બાકી રહેલ NFSA રેશનકાર્ડ ધારકો e-KYC મામલતદાર કચેરી, ગામમાં વીસી દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાનો ધારકો પાસે ઈ-કેવાયસી કરાવી શકાશે. પાટણ જિલ્લાના e-KYC કરવાના બાકી રહેલ NFSA લાભાર્થીઓ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા, મામલતદાર કચેરી ખાતે, ગામમાં ઈ-ગ્રામ સેન્ટરના વીસીઈ દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાનો ધારકો પાસે કે ઘર બેઠા પણ પોતાનું ઈ-કેવાયસી માય રેશન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ફેસ ઓથેન્ટીકેશન મારફતે પણ કરી શકશે.
જે લોકોએ ઈ-કેવાયસી કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે. તથા જે NFSA રેશનકાર્ડ ધારકનું ઈ-કેવાયસી કરાવવાનું બાકી છે તેનું ઈ-કેવાયસી થયા બાદ તે NFSA રેશનકાર્ડ ધારકને અનાજનો જથ્થો આપવામાં આવશે. તેથી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા જે કાર્ડ ઘારકોનું ઈ કેવાયસી બાકી છે તેમને ઈ-કેવાયસી કરાવી લેવા અપીલ કરવામાં આવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
