વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં કૃષિ મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા 29 મેથી 12 જૂન સુધી દેશ વ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂઆત થઈ છે.
પાટણ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા 1 જૂનના રોજ શંખેશ્વર તાલુકાના ખગડિયા, કંચનપુરા, મરદાનગંજ ગામોમાં તથા સમી તાલુકાના વરાણા, કનીજ, બાબરી ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ સંકલ્પ રથમાં ચોમાસુ ઋતુમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ નિવારવા કૃષિ સંલગ્ન સભ્યોની બનેલી ટીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, ખેતીવાડી પશુપાલન, બાગાયત, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કૃષિ યુનિવર્સિટી વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આધુનિક અને જળવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, બાગાયતી ખાતાની યોજનાઓ, બાગાયતી પાકોની ખેત પદ્ધતિ, ગ્રો મોર ફ્રુટ ઝુંબેશ, પશુપાલન યોજનાઓ, વાછરડી પાડી આવે તેવું બીજદાન, કૃમિ નિવારણ-રસીકરણ, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ વગેરે વિષયો ઉપર જાણકારી આપવામાં આવી હતી
ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો, વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક બદલી, ઔષધીય પાકો, જીવાત નિયંત્રણ, ડ્રોન ટેકનોલોજી થકી દવાનો છંટકાવ વગેરે બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
