June 12, 2025 9:53 pm

Kachh | ભચાઉ તાલુકાના ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો પ્રાપ્ત કરાવવા તેમજ અન્ય ખેડૂતો સમસ્યા બાબતે ભચાઉ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેકટર કચેરીએ ભારતિય સંઘ ખેડૂતો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને નાયબ કલેકટર ને લેખિત પત્ર દ્વારા ભારતીય કિસાન સંઘ એ જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં નખાતા ટાવર લાઇનમાં થાભલાઓ બાબત તેમજ વર્તમાનમાં કપાસ, મગફળી અને દાડમ જેવા પાકોની વાવણીની સિઝન ચાલુ છે અને ચોમાસું અન્ય પાકોના વાવેતર માટે સરકાર દ્વારા નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ વર્તમાન ભચાઉ તાલુકામાં ક્યાય સરકારી ડેપો પર ડીએપી ખાતર ઉપલબ્ધ નથી. માંડ ક્યાંક એક ગાડી આવે તો ત્યાં દૂર ગામડાના ખેડૂતો પહોંચે તે પહેલા વિતરણ થઈ જાય છે, માટે ખોટા ધકા અને સમય બગડે છે, તથા પાકની વાવણી પર અસર પડે છે.

વર્તમાન બે મહિના માટે ભચાઉ તાલુકાની 2000ટનની ડિમાન્ડ સામે માત્ર 265ટન ડીએપી આપીને તંત્ર દ્વારા ખરેખર ખેડૂતોની મજાક કરવામાં આવી છે. વિધાનસભામાં બે બે વખત કૃષિમાત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં ખાતર બનાવતી કંપનીઓ જાણે સરકારનું કંઇ માનતી જ ના હોય તેમ હજુ પણ રાસાયણિક ખાતરો સાથે બીજા અન્ય ખાતરો કે નેનો બોટલો ફરજિયાત આપવામાં આવે છે. તેનું પણ યોગ્ય નિરાકરણ આવવું જોઈએ.

ગત ૩વર્ષથી શિયાળુ સીઝનમાં આ વિસ્તરમાં આ ડીએપી અને યુરિયા બંને ખાતરોની મોટી અછત રહી છે, જેનો ભોગ ખેડૂતો બને છે. આ વિસ્તારમાં યુરિયા કંપનીઓ જતુ પણ પકડાયું છે અને નકલી ડીએપી પણ ગત વર્ષોમાં પકડાયું છે, ત્યારે તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરી રહ્યું છે, એ એક મોટો પ્રશ્ન છે. આવનારી ચોમાસુ, શિયાળુ સીઝનમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય, ખેડૂતોએ ખેતર છોડીને આંદોલનના માર્ગે ન આવવું પડે એ માટે અત્યારથી આગોતરું આયોજન થાય, સબંધિત તંત્ર સાથે આપની

અધ્યક્ષતામાં તેની દર મહિનાની 30તરીખે રિવ્યૂ મીટીંગ થાય અને એમાં ભારતીય કિસાન પ્રતિનિધિને હાજર રાખવામાં આવે એવી અમારી માંગણી છે. વર્તમાન સમયમાં ભચાઉ તાલુકાના ઘણા ગામડાઓના ખેડૂતોની જમીનમાંથી મોટી વીજ લાઇન થઈ રહી છે, જેમાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર યોગ્ય વળતર આપ્યા વગર લાઇનો કાઢીને પોલીસ તંત્ર સાથે રાખીને ધમકીઓ આપીને કામ કરવામાં આવી રહ્યું છે, જે એકદમ યોગ્ય નથી. પૂરતું વળતર આપવામાં આવે પછી જ લાઇનનું કામ કરવામાં આવે એવી વિનંતી છે.આવનાર દિવસમાં ભચાઉ તાલુકામાં પૂરતો ડીએપી ખાતરનો જથ્થો મળી રહે એ તેવી ભારતીય કિસાન સંઘ દ્વારા લેખિતપત્ર સાથે માંગ સાથે વિનંતી કરી હતી

ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા પ્રમુખ દેવજીભાઈ છાંગા. ભારતીય કિસાન સંઘ અગ્રણીઓ ભચાભાઇ આહીર. ડાયાભાઇ ચાવડા સહિત તાલુકાના ખેડૂતો રજુઆત કરી હતી

અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ