પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘરોલ ખાતે ૪૫ છોડનું વાવેતર કરી જાળી સાથે સુરક્ષિત કરાયા
દર વર્ષે ૫ મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે. ચાલુ વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બેંક ઓફ બરોડા દ્વારા પાલનપુર અને દાંતીવાડા તાલુકાના વાઘરોલ ખાતે સફાઈ ઝુંબેશ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ, કલેક્ટર કચેરી ખાતે આવેલા પાર્કમાં સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં બેંકના કર્મચારીઓ અને નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે પાર્કની સફાઈ કરી
હતી. આ સાથે દાંતીવાડા તાલુકાના વાઘરોલ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૫ છોડનું વાવેતર કરી જાળી લગાવીને સુરક્ષિત કરાયા હતા.
આ સફાઈ ઝુંબેશમાં બેંક ઓફ બરોડાના રિઝનલ હેડ શ્રી જગદીશ મહારચંદાની, લીડ બેંક મેનેજરશ્રી હેમંત ગાંધી, ડૉ. પી.આર.મીના સહિત બેન્ક ઓફ બરોડાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રાવળ અસ્મિતા બી. (.બી.કે.)
