પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં
ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૧૭/૧૧/૨૦૨૧થી આદર્શ આચાસંહિતા બહાર પાડેલ છે અને તેના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા સૂચનાઓ આપવામાં આવેલ છે.
પાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય / બિન રાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોત પોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય, આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા સામાન્ય જનતા તરફથી સાચી ખોટી ફરીયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જૂથો વચ્ચે મનદુ:ખ અને ઘર્ષણ ઉભું થવાની સંભાવના તેમજ સુલેહ શાંતિનો ભંગ થવા સંભવ રહે છે.
જે અંતર્ગત શ્રી તુષાર ભટ્ટ (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા – ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી ફરમાન કરવામાં આવે છે કે,
1. કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમનાં ચૂંટણી અધિકારીશ્રી પાસે રજીસ્ટર કરાયેલ વાહન માટે અરજી કરી પરમીટ મેળવી લેવાની રહેશે અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડ સ્ક્રીન પર ચોંડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિત થી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.
2. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલ હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજુરી રજૂ કરવાની રહેશે.
આ હુકમનું ઉલ્લંધન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર શખ્સ સજાને પાત્ર થશે તથા તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ પણ પગલાં લેવામાં આવશે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરવા માટે પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોના આચારસંહિતા નોડલ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમનો અમલ પાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના સમગ્ર વિસ્તારમાં હુકમની તારીખથી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી કરવાનો રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
