પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને પડઘમ વાગી રહ્યા છે..
ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે પોતાના પરિવાર સાથે શુક્રવાર ના રોજ મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કર્યું હતું. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ઠાકોર સમાજના મહિલા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.
રાધનપુર ના કલ્યાણપુરા ગામના મહિલા ઉમેદવાર ઠાકોર સીતાબેન માદેવભાઈએ સરપંચનુ ફોર્મ પોતાના પરિવાર સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી ભર્યું હતું.રાધનપુર મામલતદાર કચેરી ખાતે પહોંચી મહિલા ઉમેદવાર સીતાબેન ઠાકોરએ ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવાર ના પતિ માદેવભાઈએ કલ્યાણપુરા ગામે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી માં જંગી બહુમતી થી જીત ની આશા વ્યક્ત કરી હતી.તેમજ કલ્યાણપુરા ગ્રામજનોની પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ઉમેદવારે ખાત્રી આપી હતી અને ઉમેદવાર સહિત તેમના પરિવારજનોએ સૌ ગ્રામજનોનો આભાર વ્યકત કરી ગામના વિકાસ કામોને અગ્રતા આપવાની હૈયાધારણા આપી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
