મે.પોલીસ મહા નિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક .શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ ગેરકાયદેસર હથીયારો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની આપેલ સુચનાઓ અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ શ્રી પી.એલ.ફણેઝા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ નરેશભાઇ ઠાકોર ની બાતમી હકીકત આધારે વસાવાંઢ ડાભુડા ગામે થી આરોપીના ઘરની પાછળ વાડામાંથી હાથ બનાવટની દેશી બંદુક સાથે એક ઇસમને પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
> પકડાયેલ આરોપીનુ નામ
રાજુ નીલાભાઇ કોલી ઉ.વ-૨૭ રહે-વસાવાંઢ ડાભુંડા તા-રાપર કચ્છ
> કબ્જે કરેલ મુદામાલ
હાથ બનાવટની દેશી બંદુક કિ.રૂ-૫૦૦૦/-
> કામગીરીકરનાર
આ ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.બી.બુબડીયા તથા તથા પો.સ.ઇ શ્રી પી.એલ.ફણેઝા તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.
