કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પશુઓના મોતની દુઃખદ ઘટનાઓ સામે આવી છે.
વરજવાણી વિસ્તારમાં ગંગારામભાઈ મારાજની એક ભેંસ અને બે ગાયોના મોત નિપજ્યાં છે. આ સાથે જ કમાભાઈ રબારીના ગઢડા વિસ્તારમાં છ ગાયોનું પણ મૃત્યુ થયું છે.
તેમજ રાપર વિસ્તારમાં સંકર ખાંડેકાના પાંચ ધોરાના પણ મોત નિપજ્યાં છે.
હવે તંત્ર દ્વારા પશુઓના મોતની પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર આ મૃત્યુઓ કોઈ રોગ અથવા ખોરાકમાં ભૂલને કારણે થયાં હોવાની શંકા છે.
સ્થાનિક પશુપાલકોમાં આ ઘટના બાદ ચિંતા જોવા મળી રહી છે અને સરકાર પાસેથી સહાયની પણ માગ ઊઠી રહી છે.
The Gujarat Live News રિપોર્ટર ભરતભાઈ કચ્છ
