પાટણ.
પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ વાગડોદ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોરપા ગામ બસસ્ટેન્ડ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે મોજે મોરપા ગામમાં આવેલ રેંચવી-વાગડોદ ત્રણરસ્તા પાસે અખત પાન પાર્લર પાસે આવેલ લાકડાના દરવાજા વાળી દુકાનમાં અભયભાઇ રાજેશભાઇ પ્રજાપતિ રહે, પાટણવાળા કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. ૩૪૭૫.૨૯/- નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેના સામે ગુન્હો વાગડોદ પો.સ્ટે ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ વાગડોદ પોલીસ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) અભયભાઇ સ/ઓ રાજેશકુમાર પ્રજાપતિ રહે ૧૧૨, લાલભાઈ પાર્ક સોસાયટી, ગાયત્રી મંદિરની પાસે, ગુંગળી તળાવ રોડ, પાટણ તા.જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ.૩૪૭૫.૨૯/-
