June 12, 2025 9:53 pm

Patan | ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫, પાટણ પાટણ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ

પાટણ. જિલ્લાની સામાન્ય ૩૧૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યો મળી કુલ ૪૭૯૧ ફોર્મ ભરાયા

૭૦ ગ્રામ પંચાયતની યોજાનાર પેટાચૂંટણીમાં ૫૭ ફોર્મ ભરાયા

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮ મે ૨૦૨૫થી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે. ત્યારે પાટણ જિલ્લામાં તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ મતદાન યોજાનાર છે જ્યારે તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે. જેને લઈ પાટણ જિલ્લામાં ૦૯ તાલુકાઓમાં ૩૧૦ ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસ્ત્ર ચૂંટણી અને ૭૦ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાવાની છે.

પાટણ જિલ્લામાં યોજાનાર ૩૧૦ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં તા.૦૨/૦૬/૨૦૨૫થી તા.૦૯/૦૬/૨૦૨૫ સુધીમાં સરપંચ અને સભ્યોના મળી કુલ ૪૭૯૧ ફોર્મ ભરાયા છે જ્યારે ૭૦ ગામોમાં ગ્રામ પંચાયતની યોજાનાર પેટાચૂંટણીમાં ૫૭ ફોર્મ ભરાયા છે. ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણીમાં વિગતવાર નજર કરીએ તો પાટણ જિલ્લામાં સામાન્ય ૩૧૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ૧૨૮૬ અને વોર્ડ સભ્યોના ૩૫૦૫ મળી કુલ ૪૭૯૧ ફોર્મ ભરાયા છે જ્યારે ૭૦ ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં સરપંચના ૧૯ ફોર્મ અને વોર્ડના સભ્યોના ૩૮ ફોર્મ ભરાયા છે. વિગતવાર નજર કરીએ તો પાટણ તાલુકાની ૫૨ ગ્રામ પંચાયતોમાં કુલ ૭૯૩ ફોર્મ ભરાયા છે, સરસ્વતી તાલુકાની ૫૮ ગ્રામ પંચાયતોમાં કુલ ૯૪૦ ફોર્મ, સિદ્ધપુર તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતોમાં ૫૯૪ ફોર્મ, ચાણસ્મા તાલુકાની ૫૦ ગ્રામ પંચાયતોમાં ૭૨૯ ફોર્મ, હારીજ તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતોમાં કુલ ૪૯૨, સમી તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોમાં ૪૬૬ ફોર્મ, શંખેશ્વર તાલુકાની ૧૫ ગ્રામ પંચાયતોમાં ૨૪૬ ફોર્મ, રાધનપુર તાલુકાની ૦૯ ગ્રામ પંચાયતોમાં ૧૩૬ ફોર્મ, સાંતલપુર તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતોમાં ૩૯૫ ફોર્મ ભરાયા છે.

તેવી જ રીતે પાટણ જિલ્લાની ૭૦ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પર નજર કરીએ તો, પાટણ તાલુકાની ૦૪ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૦૨ ફોર્મ, સરસ્વતી તાલુકાની ૦૪ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૦૧ ફોર્મ, સિદ્ધપુર તાલુકાની ૦૭ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૦૫ ફોર્મ, ચાણસ્મા તાલુકાની ૦૫ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૦૯ ફોર્મ, હારીજ તાલુકાની ૦૨ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૧૨ ફોર્મ, સમી તાલુકાની ૧૦ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૦૬ ફોર્મ, શંખેશ્વર તાલુકાની ૦૭ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૧૨ ફોર્મ, રાધનપુર તાલુકાની ૧૭ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૦૫ ફોર્મ, સાંતલપુર તાલુકાની ૧૪ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં ૦૫ ફોર્મ ભરાયા હતા.

ચૂંટણીની જાહેરાતની તારીખ:- ૨૮/૦૫/૨૦૨૫

જાહેરનામાં પ્રસિદ્ધની તારીખ:- ૦૨/૦૬/૨૦૨૫

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: – ૦૯/૦૬/૨૦૨૫

ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ:- ૧૦/૦૬/૨૦૨૫

ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: – ૧૧/૦૬/૨૦૨૫

મતદાનની તારીખ:- ૨૨/૦૬/૨૦૨૫, રવિવાર

મત ગણતરીની તારીખ: – ૨૫/૦૬/૨૦૨૫

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: – ૨૭/૦૬/૨૦૨૫

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ