June 22, 2025 8:33 pm

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી એક ઇસમને દેશી બનાવટની બંદુક નંગ-૦૧ સાથે પકડી પાડતી એસ.ઓ.જી શાખા, પાટણ

પાટણ.

પાટણ પોલીસ શ્રી વી.કે.નાથી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણનાઓ તથા મે.જીલ્લા.મેજી.સા.શ્રી પાટણનાઓના જાહેરનામા બાબતે ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી જે.જી.સોલંકી પો.ઇન્સ.,એસ.ઓ.જી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, અમરાપુર ગામથી અમરાપુર પાટી તરફ જતા રોડની બાજુમાં આવેલ પવનચક્કી પાસેના બાવળોની ઝાડીમાં એક ઇસમ દેશી હાથ બનાવટની બંદુક લઇને ફરે છે. જે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા દેશી બનાવટની બંદુક સાથે ઇસમ મળી આવતા સદરી ઇસમને પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધમાં સમી પો.સ્ટે. આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી કરવા

સમી પોલીસ સ્ટેશનના સુપ્રત કરેલ છે. પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) ગનીમહોમદ બાબુભાઈ મીયાણાં (સિંધી) રહે ગામ-અમરાપુર પાટી, તા. સમી જી. પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) દેશી બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ. ૨૫૦૦/-

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें