June 22, 2025 8:31 pm

Santalpur | સાંતલપુર પુલ નજીકના સર્વિસ રોડ પર મોટા ખાડાઓ વાહનચાલકો માટે બન્યા ત્રાસ, હાઇવે ઓથોરિટીને તાત્કાલિક સમારકામ કરવાની લોકમાગ

સાંતલપુર.  સાંતલપુર, પાટણ જિલ્લાના સર્વિસ રોડ પર ઉંડા અને વ્યાપક ખાડાઓ પડતા વાહનચાલકો માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

સાંતલપુર પુલ નજીક ખાસ કરીને પછવાડા વિસ્તારમાં પડેલા આ ખાડાઓને લઈને સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાડાઓ એટલા ઉંડા અને વિશાળ છે કે રોજબરોજના વાહન વ્યવહારને ખલેલ પહોંચે છે અને મોટી અકસ્માતોની શક્યતા સતત મંડરાય રહી છે.

સ્થાનિક લોકો જણાવે છે કે, છેલ્લા ઘણા સમયથી આ ખાડાઓ સર્વિસ રોડ પર જોવા મળે છે,

 

પણ હાઇવે ઓથોરિટીની આદતસરની બેદરકારીના કારણે હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી. અગાઉ પણ અનેક વાર તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ જવાબદારીથી કામ કરવામાં આવ્યું નથી.

આજ સુધીમાં અનેક બાઇક સવારઓ અને નાના વાહનોના ચાલકો આ ખાડાઓમાં ફસાઈ અકસ્માતનો શિકાર બન્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.

રસ્તાની દયનીય હાલતને લઈને ખાસ કરીને રાત્રિના સમયમાં મુસાફરી કરવી અત્યંત જોખમભરી સાબિત થઈ રહી છે. રસ્તો અંધારામાં જોઈ ન શકાતા ખાડાઓમાં પડી જવાની શક્યતા વધી રહી છે.

લોકોએ તીવ્ર માંગ કરી છે કે:

હાઇવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે રોડની કામગીરી હાથ ધરે.

રસ્તાની ક્વાલિટી સુધારવામાં આવે અને નિત્ય રખાવ-જોખમની જવાબદારી નિર્ધારિત કરવામાં આવે.

સ્થળ પર ચિહ્નિત ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે જેથી અકસ્માત અટકાવવામાં મદદ મળે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें