ભાભર. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે
આજરોજ માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાહેબ ઉષાબેન ગજ્જર દ્વારા ભાભર ઘટકની મુલાકાત કરવામાં આવેલ તેમાં બલોધન સેજાના નેસડા-૧ આંગણવાડી કેન્દ્ર નવીન બાંધકામ થયેલ તેની મુલાકાત કરેલ નેસડા-૨ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી સેમ મેમ બાળકોના વાલી મીટીંગ કરેલ તેમજ ઘટક કચેરીએ સ્ટાફ મીટીંગ કરી પોષણ ટ્રેકર અને એમપીઆર વિસંગતતા તેમજ સી મેમ પ્રોગ્રામ અંતર્ગત અતિ કુપોષિત બાળકો વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. અને આ વિશે ભાભર તાલુકા પંચાયત ખાતે મીટીંગ નું આયોજન પણ કરવામાં આવેલ.આ મિટિંગમાં ભાભર ઘટક સીડીપીઓ હંસાબેન પંડ્યા. આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા, ક્લાર્ક વિનોદભાઈ ચૌધરી,એન.એન.એમ બ્લૉક કો-ઓર્ડીનેટર કિશનભાઇ વાઘેલા,સેજા સુપરવાઇઝર સોનલબેન બારૈયા, કામિનીબેન વાઘેલા, ડીસમુ કો-ઓર્ડીનેટર ભાવનાબેન માળી, પી એસ ઈ ઇન્સ્ટ્રક્ટર સંગીતાબેન આસલ હાજર રહ્યા હતા.
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
