ભાભર. બનાસકાંઠા જિલ્લાના ભાભર મા કનક પ્રવેશ દ્વારથી જુના ગામમા જવાના રસ્તાની કામગીરી છેલ્લા 15 દિવસ થી ચાલતી હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.
વિગતો અનુસાર ભાભરમા હાઈવે વિસ્તાર કનક પ્રવેશ દ્વારા થી જુના ગામ, ખાડિયા વિસ્તાર મા જવાના મેઈન RCC રસ્તો તોડી ને નવો બનાવવાની કામગીરી છેલ્લા 15 દિવસ થી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે આ રસ્તો હાઈવે પર અવર જવર માટેનો મેઈન રસ્તો છે
અને આ રસ્તો શાળાએ આવતા જતા બાળકો માટે પણ મુખ્ય છે અને બીજીબાજુ આ રસ્તા પર જ એક સ્કૂલ પણ આવેલી છે તો શાળા એ આવતા જતા બાળકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે.
બીજીબાજુ આ RCC રોડની કામગીરી દરમ્યાન અહીંયા આવેલ ગટરના ચેમ્બર પણ ખુલ્લા મૂકી દેતા આ ચેમ્બર મા કોઈ પડશે તો જવાબદારી કોની રહેશે? એકબાજુ ચોમાસા ના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રીતે રસ્તાનુ કામ ગોકળ ગતીએ ચાલતા શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે. માટે જે તે કોન્ટ્રાકટર દ્વારા ચોમાસુ શરૂ થાય તે પહેલા આ રસ્તાની કામગીરી પૂર્ણ કરે તે હિતાવહ છે.
અહેવાલ સુનિલભાઇ ગિકલાની ભાભર બનાસકાંઠા
