પાટણ. હારીજ તાલુકાના કૂકરાણા ગામમાં રબારી વાસમાં રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીના ભાગમાં બનાવેલ વહાણવટી સિકોતર માતાજીના મંદિરમાં રાખેલ દાન પેટીમાંથી રોકડ રકમ માતાજીના ચાંદીના સત્તર ની ચોરી કરી મંદિરને લોખન્ડના હથિયાર વડે તોડી પાડી ગામનો ઈસમ ફરાર થઈ ગયો હતો
મોડી રાત્રે બનેલ ઘટનાની જાણ થતાં કુટુંબીજનો ઘટના સ્થળે પહોંચતા કુળદેવી માતાજીનું મંદિર જમીન દોસ્ત હાલતમાં જોવા મળતા મનાણેચા સમાજ તથા પરિવારની લાગણી દુભાઈ હતી માતાજીના ચાંદીના સત્તર ,રોકડ રકમની ઉઠાંતરી થયેલ માલુમ પડતા નાણેચા ગોવિંદભાઈએ હારીજ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
