June 22, 2025 7:38 pm

Patan | ચૂંટણી જાહેરનામું જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે જાહેરમાં શસ્ત્રો કે હથિયારો લઈને ફરવા ઉપર નિયંત્રણ

પાટણ. ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ પાટણ જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૧૭/૧૧/૨૦૨૧થી આદર્શ આચાર સંહિતા બહાર પાડેલ છે અને તેના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા સૂચનાઓ આપવામાં આવેલ છે.

આદર્શ આચાર સંહિતાના અમલ સબંધે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન પરવાનેદાર વ્યકિતએ શસ્ત્રો કે હથિયારો લઈ જવા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નશીલ છે તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઈ વ્યકિતને અડચણ, ત્રાસ કે નુકસાન અથવા લોકોના જાન, સ્વાસ્થય કે સલામતીને થતું જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે જાહેરમાં શસ્ત્રો કે હથિયારો લઈને ફરવા ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.

જે અંતર્ગત શ્રી તુષાર ભટ્ટ (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મળેલ સતાની રૂએ હુકમ કરવામાં આવે છે કે, પાટણ જીલ્લાની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતવિસ્તારમાં કોઈપણ વ્યકિત પરવાનો ધરાવતી હશે તો પણ પોતાની સાથે શસ્ત્રો કે હથિયાર સાથે લઈ જઈ કે ફરી શકશે નહી.

આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહી.

1. સરકારી નોકરીનું કામકાજ કરતી કોઈ વ્યકિત તેની ફરજના ભાગરૂપે તેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ

જવાનું ફરમાવ્યું હોય અથવા તેવું હથિયાર લઈ જવાની ફરજ હોય.

આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંધન માટે મદદ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ સજા તથા દંડને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ સંબંધિત પોલીસ અધિકારીશ્રીએ કરવાની રહેશે.

સદરહું પ્રતિબંધ તા.૨૫/૦૬/૨૦૨૫ સુધી (મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી) અમલમાં રહેશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें