પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ અગામી સમયમા રાજ્યમા યોજાનાર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં નાસતા ફરતા આરોપી ઓની માહિતી મેળવી પકડી પાડવા સારૂ એલ.સી.બી.સ્ટાફના માણસો પાટણ શહેરમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, (૧) સિધ્ધપુર પો.સ્ટે.ગુ.૨.નં-૧૧૨૧૭૦૩૦૨૪૦૫૧૯/૨૪ ઈ.પી.કો.કલમ-૪૫૭ વિગેરે તથા (૨) સિદ્ધપુર પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૦૨૪૧૧૦૪/૨૪ ભારતીય ન્યાય સહિતા અધિનિયમ-ર૦ર૩ કલમ-૩૦૫ (એ) વિગેરે તથા (૩) કાકોશી પો.સ્ટે. ગુ.૨.નં-૧૧૨૧૭૦૧૪૨૫૦૨૬૭/૨૫ ભારતીય ન્યાય સહિતા અધિનિયમ-૨૦૨૩ કલમ-૩૦૫ (ઇ) વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી જાદવ જબ્બરસિંહ ઉર્ફે વિપુલસિંહ S/O ભારતસિંહ રહે.અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બી.કે.વાળાઓ હાલમા પાટણ શહેર ખાતે હાજર હોવાની હકીકત આધારે સદરી ઇસમને પકડી પાડી ભારતીય નાગરીક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી બી ડીવી.પો. સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) જાદવ જબ્બરસિંહ ઉર્ફે વિપુલસિંહ S/O ભારતસિંહ રહે.અમરાણીપુરા સમૌ તા.ડીસા જી.બનાસકાંઠા
