June 12, 2025 9:44 pm

Patan | પાટણ શહેરમાં થયેલ વૃધ્ધ મહિલાની હત્યાના બનાવ અંગે વણ શોધાયેલ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપીને મરણજનારના ઘરેણાં કિ.રૂ.૫,૦૩૦૦૮/-સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી હત્યાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ ગઇ તા.૦૬/૦૬/૨૦૨૫ ના રોજ પાટણ શહેર સંખારી રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં એકલા રહેતા વયોવૃધ્ધ ગોદાવરીબેન ગોવીંદભાઇ પરમાર મૃતહાલતમાં મળી આવેલ જે અંગે પાટણ શહેર બી ડીવી પો.સ્ટે અ.મોત નં-૦૫/૨૦૨૫ તા.૦૬/૦૬/૨૦૨૫ થી રજી. થયેલ હોઇ અને મરણ જનારનુ મોત પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ જણાતું હોઇ પેનલ ડોકટરથી પોસ્ટ મોર્ટમ કરાવતાં હત્યા થયેલાનુ જણાઇ આવેલ જે અનુસંધાને પાટણ શહેર બી ડીવી પો.સ્ટે ગુ.૨.નં- ૧૧૨૧૭૦૨૦૨૫૦૫૦૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ન કલમ-૧૦૩(૧) થી ગુનો રજી થયેલ હોઇ જે ગુનો વણ શોધાયેલ હોઇ આ ગુનો શોધી કાઢવા અને આરોપી પકડી પાડવા સુચના કરેલ હોઈ. જે આધારે શ્રી આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણના માણસોની ટીમ બનાવી અલગ અલગ દિશામાં કાર્યવાહી કરતાં હયુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે આધારભુત હકીકત મળેલ કે, સદરહું બનાવમાં યોગેશકુમાર રતીલાલ મકવાણા રહે-૧૩૪ શીવમ હેરીટેજ સોસાયટી અમરપુરા પાસે વિસનગર લીંક 

મહેસાણા-૧ શહેરવાળો જેને આ કામના મરણ જનાર બેન ફોઇ સાસુ થતા હોઇ આ કામે આરોપી આર્થિક સંકડામણમાં હોઈ અને દેવું થઇ ગયેલ હોઈ મરણજનાર વૃધ્ધ મહિલા એકલા રહેતા હોઇ એકલતાનો લાભ તેઓના ઘરેથી દાગીના રોકડ રકમ મળે તેવી આરોપીને ખાતરી હોઈ આ હત્યા કરવાના ઇરાદે મહેસાણાથી પાટણ ખાતે મરણ જનારના ઘરે આવી હત્યા કરી તેમના શરીરે પહેરેલ દાગીના કાઢી લઇ તેમજ ઘરમાં તિજોરીમાંથી દાગીના પણ લઇ ગયેલ હોવાની હકીકત હોઇ જે હકીકત આધારે સદરી શકમંદ ઉપર જરૂરી વોંચ તપાસ રાખતાં તે મળી આવતાં જેને એલ.સી.બી કચેરી લાવી ખંતપુર્વક સઘન પુછપરછ કરતાં પોતે ભાગી પડેલ અને ગુનાની કબુલાત કરતો હોઇ આ કામે મરણ જનારના શરીર ઉપરથી કાઢેલ દાગીના તેમજ ઘરમાં તિજોરીમાંથી કાઢી લીધેલ દાગીના કિ.રૂ.૫,૦૩,૦૦૮/-ના તેમજ મોબાઇલ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૦૮,૦૦૮/- સાથે આરોપીને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં વણશોધાયેલ હત્યાનો ગુનો શોધી કાઢી વધુ કાર્યવાહી પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) યોગેશકુમાર રતીલાલ મકવાણા, ૧૩૪ શીવમ હેરીટેજ સોસાયટી અમરપુરા પાસે, વિસનગર લીંક રોડ, મહેસાણા-૧ શહેર મુળ રહે-જેતપુર તા. બહુચરાજી જી.મહેસાણા

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) સોનાના ઘરેણા કિ.રૂ.૫,૦૩,૦૦૮/-

(૨) મોબાઇલ-૦૧ કિ.રૂ.૫,૦૦૦

એમ કુલ કિ.રૂ.૫,૦૮,૦૦૮/-

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ