પાટણ. પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ થયેલ લુંટનો ઍનડિટેકટ ગુનો શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે તેમજ મે.ના.પો.અધિ.સા.શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, રાધનપુરનાઓના તથા પો.ઇન્સ.શ્રી એન.એ.શાહ સા.નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ગઈ તા-૦૯/૦૬/૨૦૨૫ ના આશરે દશેક વાગ્યાના સમયગાળા દરમ્યાન અસાલડી થી થરા જતા રોડ ઉપર એક કેરેટ ભરેલ પીકપ ડાલાના ચાલક પાસેથી છરી બતાવી રૂ.૧,૨૫,૦૦૦/- જેટલાની અજાણ્યા ઇસમો લુંટ કરી નાસી ગયેલ હોઇ જે ગુન્હો ડિટેકટ કરવા સારુ ગુનાવાળી જગ્યાએથી નજીકના વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનીકલ સોર્સીસ ઉભા કરી તેમજ ભરોસાના હ્યુમન સોર્સીસ આધારે લુંટમા ગયેલ મુદામાલ તેમજ આરોપીઓની વોચ તપાસ દરમ્યાન હારીજ પો. સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૭૦૦૯૨૫૦૫૧૬/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ-૩૦૯(૪), ૧૨૬, ૩૧૧, ૩૫૧(૩), ૨૯૬(બી), ૩(૫) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના આરોપીઓને રોકડ રકમ રૂ.૧,૧૧,૨૦૦/- તથા એક લોખંડની કાળા ક્લરના કવર વાળી છરી જેની કિં.રૂ.૨૦/૦૦ તથા મોટર સાયકલ આર.ટી.ઓ રજી નં-જી.જે.૦૮.ડી.એલ.૧૨૯૮ નુ કિં.રૂ.૨૫,૦૦૦/- તથા મોટર સાયકલ આર.ટી.ઓ રજી નં-જી.જે.૦૮.ડી.બી.૭૮૫૭ નું કિં.રૂ.૨૫,૦૦૦/- તથા બજાજ કંપનીની રીક્ષા રજી નં-જી.જે.૦૮.એ.એક્સ.૧૩૯૪ ની કિં.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૬ જેની કિં.રૂ.૮૪,૦૦૦/- નો કુલ મળી કિં.રૂ.૨,૯૫,૨૨૦/-ના મુદામાલ સાથે સાતેય ઇસમોને પકડી પાડી અનડિટેકટ ગુનો ડિટેકટ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઠાકોર ભીખાજી ભાલાજી નરસંગજી રહે મુળ ડુંગરાસણ તા-કાંકરેજ હાલ રહે રૈયા તા-દિયોદર
(૨) ઠાકોર નારણસિંહ રોહીતકુમાર જુગજી રહે જોહરાપુરા તા-ડીસા જી-બનાસકાંઠા
(3) ઠાકોર પ્રકાશભાઇ માંડળજી ચંદાજી રહે વડીયા તા-સરસ્વતી
જી-પાટણ
(૪) ઠાકોર ગુલાબજી માલાજી તખાજી રહે-ડુંગરાસણ તા-કાંકરેજ જી-બનાસકાંઠા
(૫) ઠાકોર શૈલેષ અશોકજી સિધાજી રહે ડુંગરાસણ તા-કાંકરેજ જી-બનાસકાંઠા
(૬) ઠાકોર હમીરજી મદારજી ગંભીરજી રહે ચેખલા તા-કાંકરેજ જી-બનાસકાંઠા
(૭) ઠાકોર કીશનજી ભોમાજી સોવનજી રહે. લક્ષ્મીપુરા તા-કાંકરેજ જી-બનાસકાંઠા
ડિટેકટ થયેલ ગુનાની વિગતઃ-
(૧) હારીજ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૭૦૦૯૨૫૦૫૧૬/૨૦૨૫ બી.એન.એસ એક્ટ કલમ-૩૦૯(૪),૧૨૬,૩૧૧,૩૫૧(૩),૨૯૬(બી), ૩(૫) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ
કબ્જે કરેલ મુદામાલની વિગત-
(૧) રોકડ રકમ રૂ.૧,૧૧,૨૦૦/-
(૨) લુંટના પૈસાથી ખરીદેલ મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૧૪,૦૦૦/-
(૩) છરી નંગ-૦૧ કિં.રૂ.૨૦/-
(૪) રીક્ષા નંગ-૦૧ કિં.રૂ.૫૦,૦૦૦/-
(૫) મોટર સાઇકલ નંગ-૦૨ કિં.રૂ.૫૦,૦૦૦/-
(૬) મોબાઈલ નંગ-૦૫ કિં.રૂ.૭૦,૦૦૦/-
એમ મળી કુલ મુદામાલ કિ.રૂ.૨,૯૫,૨૨૦/-
