June 22, 2025 7:59 pm

Santalpur | ડમ્પરનો દરવાજો ખૂલી જતા યુવાન મીઠા નીચે દટાઈ ગયો, ઘટના સ્થળે કરુણ મોત

સાંતલપુર. સાંતલપુર તાલુકાના વૌવા ગામના યુવાનનો રણ વિસ્તારમાં મીઠું ભરેલાં ડમ્પર સાથે કામગીરી દરમિયાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર, નોઘાભાઈ પુનાભાઈ આહીર નામના યુવાન રણમાં મીઠું ભરાયેલ ડમ્પરનો લોક ખોલી રહ્યા હતા ત્યારે અચાનક પાછળનો દરવાજો ખુલી ગયો હતો.

વૌવા ગામના નોઘાભાઈ પુનાભાઈ આહીર રણ વિસ્તારમાં મીઠું ભરેલા ડમ્પરનું પાછળનું લોક ખોલી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પાછળનો ભારે દરવાજો ખૂલી જતા તેઓ નીચે પડી ગયા હતા અને ડમ્પરમાં ભરેલું મીઠું તેમના ઉપર પટકાઈ જતા તેઓ તેના નીચે દટાઈ ગયા હતા.

ઘટનાને પગલે નોઘાભાઈને માથા અને જડબાની આસપાસ ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથીઓ દ્વારા બચાવ પ્રયાસ થયા છતાં તેઓને બચાવી શકાયા નહોતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર વૌવા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ ઘટનાની જાણ થતા આલુવાસ ગામના રહેવાસી બાબુભાઈ આહીરે સાંતલપુર પોલીસ મથકે જાણ કરી હતી. સાંતલપુર પોલીસે અકસ્માત મોત ની નોંધ કરવામાં આવી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें