July 11, 2025 11:48 am

Ahemdabad | અમદાવાદમાં વિમાની દુર્ઘટનામાં અનેક જિંદગીઓ ગુમાવાનાં દુઃખદ સમાચાર: રાજ્યભરમાં શોકની લહેર

અમદાવાદ. અમદાવાદ: આજે શહેરમાંથી ટેકઓફ કરતું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ બાદ અચાનક મેઘાણીનગર વિસ્તારમાં ધડાકા સાથે ક્રેશ થયું. દુર્ઘટનામાં અનેક પ્રવાસીઓના મોત થયા હોવાની આશંકા છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

વિમાનમાં અંદાજે ૨૪૨ મુસાફરો હોવાનો અંદાજ છે. ઘટના સ્થળે આગ અને ધુમાડાની સ્થિતિ સર્જાતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં સતત સક્રિય છે.

પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કરી ટ્વિટ દ્વારા શોક સંદેશ પાઠવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય રાજકીય આગેવાનો દ્વારા પણ દુર્ઘટનાના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.

“અહમદાબાદમાં થયેલી વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ મૃતકોને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે,” એવી પરિવાર જનો સાથે સમગ્ર ગુજરાત દુઃખમાં સહભાગી બન્યું છે.

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ