July 11, 2025 10:40 am

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છના ઉપક્રમે ભુજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

ભુજ. IMA ભુજ, IMA ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – કચ્છ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિતે ભુજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ 14 જૂન 2025ના રોજ સવારે 9:30થી બપોરે 1:30 વાગ્યા સુધી IMA હોલ, ભુજ-કચ્છ ખાતે યોજાયો હતો. રક્તસંગ્રહ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી – કચ્છ ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચ સંચાલીત અમરબાઇ કરશન રાઘવાણી બ્લડ સેન્ટર દ્વારા કરવામાં આવ્યો હતો.

કેમ્પનું મુખ્ય ઉદ્દેશ વર્લ્ડ બ્લડ ડોનર ડેની ઉજવણી તેમજ સામાન્ય જનતામાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનું હતું. આ ઉમદા હેતુને સાકાર કરવા માટે અનેક ડૉક્ટરોએ પોતે રક્તદાન કર્યું અને સમાજ માટે મજબૂત સંદેશ આપ્યો.રક્તદાન કરનાર ડૉક્ટરોમાં ડૉ. દિનેશ તન્ના, ડૉ. સચિન ઠક્કર, ડૉ. શ્રિકાંત ધનાણી, ડૉ. વિન્કલ ધનાણી, ડૉ. જીગ્નેશ ગોર, ડૉ. અનસ મુનશી, ડૉ. પાર્થ પોમલ, ડૉ. પંકજ ભરડવા, ડૉ. કુણાલ ઠક્કર, ડૉ. દીપક સુથાર, ડૉ. ધૈર્ય સોનેજી અને ડૉ. નેહલ વૈદ્યનો સમાવેશ થાય છે.

કેમ્પમાં કુલ 45 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમાંથી 7 દાતાઓ પ્રથમ વખત રક્તદાન કરનાર હતા અને 6 મહિલા દાતાઓનો સમાવેશ થાય છે.આ પ્રસંગે દિપ પ્રાગટ્ય IMAના પ્રમુખ ડો. લવ કતિરા, ડૉ. મોનિલ શાહ, ડૉ. મીત ઠક્કર, ડૉ. આનંદ હિરાણી, ડૉ. મુકેશ ચાંદે, ડૉ. મહાદેવ પટેલ, ડૉ. ઉદય ગણાત્રા, ડૉ. હિતેશ પટેલ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છના ટ્રેઝરર સંજયભાઇ ઉપાધ્યાય, સેક્રેટરી મીરાબેન સાવલિયા,વાઇસ પ્રેસીડેન્ટ વિમલભાઈ મેહતા ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પમાં IMA તરફથી મહેશભાઈ અને બકુલભાઈ, રેડક્રોસ તરફથી ડેવિડભાઈ અને સાવનભાઈ, તેમજ પથોલોજી વિભાગ તરફથી ડૉ. ધૈર્ય સોનેજી અને અન્ય સ્વયંસેવક તરીકે રીનાબેને કામગીરી બજાવી હતી.

આ કેમ્પમાં આઇએમએના પ્રેસીડેન્ટ ડો.લવ કતીરાનું ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.આ ઉપરાંત રક્તદાતાઓને સર્ટીફીકેટનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.આ સેવાકાર્યને સફળ બનાવવા માટે IMAના વરિષ્ઠ તબીબો તેમજ ભુજના વિવિધ જાતિ-સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. લવ કતિરા, ડૉ. મોનિલ શાહ, ડૉ. મીત ઠક્કર, ડૉ. આનંદ હિરાણી, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના કચ્છ ડીસ્ટ્રીક્ટના ચેરમેન ધવલભાઇ આચાર્ય, ખજાનચી સંજય ઉપાધ્યાય,સેક્રેટરી મીરાબેન સાવલિયા અને વાઇસ ચેરમેન વિમલભાઈ મેહતાએ કર્યું હતું.

અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ