July 11, 2025 10:38 am

Patan : ધધાણા- ગુજરવાડા- સમી રૂટ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું

રસ્તાના સ્ટ્રેધનીંગ અને રીસરફેસીંગની કામગીરી ચાલુ હોઇ ડાયવર્ઝન અપાયું

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), પાટણના જા. નં.પીબી/રસ્તા/૧૯૩૫/૨૦૨૫ તા.૦૩/૦૫/૨૦૨૫થી સમી- ગુજરવાડા રોડ કિ.મી.૦/૦૦ થી ૫/૦૦ વચ્ચે રસ્તાના સ્ટ્રેધનીંગ અને રીસરફેસીંગની કામગીરી કરવા માટે રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનોનો ટ્રાફિક તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા.૦૪/૦૮/૨૦૨૫ સુધી પ્રતિબંધિત કરી નીચે મુજબના અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન આપવા માટે જરૂરી મંજૂરી આપવા વિનંતી કરેલ છે.

(૧) ધધાણા-કુંભાણા-એકલવા-ચાબખા-સરવાલ (કુલ લંભાઈ ૧૫ કિ.મી. રાધનપુર-હારીજ મહેસાણા રોડ સરવાલ જંકશન સુધી) (ભારે વાહનો માટે)

(२) સરવાલ જંક્શન થી સમી જંકશન (કુલ લંભાઈ ૦૮.૦૦ કિ.મી.)

સબબ, સમી-ગુજરવાડા રોડ કિ.મી.૦/૦૦ થી ૫/૦૦ વચ્ચે રસ્તાના સ્ટ્રેધનીંગ અને રીસરફેસીંગની કામગીરી ના કામે આ રોડ બંધ કરી અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવાની માંગણી પ્રવર્તમાન સંજોગોમાં ઉચિત અને આવશક્ય જણાય છે.

જે અન્વયે શ્રી તુષાર ભટ્ટ (IAS), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાટણ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૩(૧)(ખ) થી મળેલ સત્તાની રૂએ તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૦૪/૦૮/૨૦૨૫ સુધી ધધાણા- ગુજરવાડા- સમી રૂટ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે અને ભારે વાહનોને ધંધાણા-ગુજરવાડા-સમી રૂટના બદલે નીચે મુજબના જાહેર રસ્તાનો ઉપયોગ કરવા આદેશ ફરમાવું છું.

(૧) ધધાણા-કુંભાણા-એકલવા-ચાબખા-સરવાલ (કુલ લંભાઈ ૧૫ કિ.મી. રાધનપુર-હારીજ-મહેસાણા રોડ સરવાલ જંકશન સુધી) (ભારે વાહનો માટે)

(૨) સરવાલ જંક્શન થી સમી જંકશન (કુલ લંભાઈ ૦૮.૦૦ કિ.મી.)

શિક્ષા ::- આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરવા ઇસમ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે

ઉક્ત વિગત મુજબ રોડ ઉપરનો ટ્રાફિક બંધ કરવા અને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવે તે માટે જરૂરી વ્યવસ્થા પોલીસ ખાતા દ્વારા કરવાની રહેશે. તેમજ રોડ બંધ છે તેવા બોર્ડ જે તે સ્થળોએ સ્થાનિક પોલીસે મુકવાના રહેશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ