July 11, 2025 11:01 am

Radhanpur : Sanatalpur : ગ્રામ પંચાયત ચૂંટણી: સાતલપુર અને રાધનપુરમાં મતગણતરી દરમિયાન CCTV કેમેરા ફરજિયાત કરવા કોંગ્રેસ ની માંગ

સાતલપુર-રાધનપુર તાલુકામાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીમાં ગેરરીતિ અટકાવવાના હેતુસર સ્થાનિક જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને અગત્યની રજૂઆત કરી છે.

 

જાહેર થયેલી રજૂઆતમાં કહેવાયું છે કે ભૂતકાળમાં મતગણતરી દરમિયાન બેલેટ ગુમ થવા, ઘોટાળાઓ થવા, અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કાઉન્ટિંગ ટેબલ પર દબાણ થવા અને એકાદ બે મતે જીતફેર થવા જેવા ગંભીર આક્ષેપો થયા છે.

જેમા ખાસ કરીને સત્તાપક્ષના પદાધિકારીઓ કાઉન્ટિંગ ટેબલની આસપાસ રહી મતગણતરીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરતા હોય છે, એવી ફરિયાદો આવે છે. જેથી આવી ઘટનાઓ પુનઃ ન બને એ માટે મતગણતરી સ્થળે CCTV કેમેરા ફરજિયાત કરવા અને મતગણતરીના ટેબલ આસપાસ કોઈપણ અનધિકૃત વ્યક્તિ ન આવતી કરવા કડક સુચનાઓ આપવા માંગણી કરવામાં આવી છે.

સ્થાનિક લોકશાહી અને ચૂંટણીની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્રે આ રજૂઆતને ગંભીરતાથી લેવી જોઈએ અને મતગણતરી દરમિયાન CCTV નિગરાનીથી તટસ્થતા સુનિશ્ચિત કરવી જોઈએ તેવી લોકભાવના ઉઠી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ