July 11, 2025 10:19 am

Mahesana : જોટાણામાં નકલી GST અધિકારીઓ ઝડપાયા, વેપારી પાસેથી 5 લાખ માંગ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો


મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં નકલી GST અધિકારી બની વેપારીઓને ડરાવવાની અને તોડ લેવાની કોશિશ કરનારા ત્રણ શખ્સોને પોલીસએ ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જોટાણા માર્કેટમાં આવેલી એક કાપડની દુકાનમાં ત્રણ શખ્સ—બે મહિલા અને એક પુરુષ—પહોંચ્યા હતા. તેમણે પોતાને GST વિભાગના અધિકારીઓ હોવાનું કહી દુકાનમાં તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન દુકાનના દસ્તાવેજો જોઈને તેઓએ દંડનો ધમકો આપી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી.

 

દુકાનદારને આ ત્રણેના હાવભાવ શંકાસ્પદ લાગતા તેણે તત્કાલ સાંથલ પોલીસને માહિતી આપી. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને ત્રણે શખ્સોની પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ ત્રણે કોઇ અધિકારી નહીં પરંતુ નકલી હકીકતમાં કાવતરાબાજ છે.

પોલીસે આ ત્રણે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમની ઓળખ સિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલ તરીકે થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ