July 11, 2025 10:45 am

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 11માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 30 માર્ચ, 2025 ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં “Yoga for One Earth, One Health” આપી હતી તેના અનુરૂપ શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, ભાભર ખાતે 21 જૂન ના રોજ 11 માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન શ્રી એ. ટી. પટેલ (પી. આઈ. ભાભર ), શ્રી ડો. નરેશભાઈ પી. અખાણી, શ્રી આર. બી. દેવમોરારી (પી. એસ. આઈ. ભાભર ), શ્રી બાબુભાઈ રાવલ સર, કેમ્પસ ડાયરેકટર રાધે ઈન્ટરનેશનલ સ્કૂલ, ભાભર, દશ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર , શ્રી ક્રિષ્ના સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. વિનોદ સર તથા કોલેજ ના તમામ સ્ટાફ મિત્રો તેમજ બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ હાજર રહી , વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. યોગ દિવસની શરૂઆત: યોગ શું છે ?, યોગ દિવસની શરૂઆત કોણે કરી હતી?, આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઈતિહાસ, યોગના ફાયદાઓ, યોગને પ્રોત્સાહન આપવા માટે ભારતની ભૂમિકા, વગેરે વિશે માહિતી આપી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે મહેમાન શ્રી, પ્રિન્સીપાલ શ્રી, તમામ શિક્ષક ગણ તથા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ દ્રારા અલગ અલગ આસન, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, વ્યાયામ કરવામાં આવ્યા હતા.. જેમ કેઆ તાડાસન, વૃક્ષાસન, બ્રાહ્મ મુદ્રા, ઉષ્ટ્રાસન, વજ્રાસન વગેરે જેવા આસનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત ડો. નરેશભાઈ અખાણી સાહેબશ્રીએ યોગ દિવસને અનુરૂપ ઉપયોગી માહિતી આપી હતી, જેમકે યોગ દિવસનો મહિમા, આરોગ્ય અને શિક્ષણમાં યોગનું યોગદાન વગેરે વિશે માહિતી આપી વિદ્યાર્થીઓ ને યોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ આભારવિધિ તથા છેલ્લે રાષ્ટ્રગાન કરી કરવામાં આવી…

અહેવાલ વિરેન્દ્રસિંહ જાડેજા સાંતલપુર 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ