લોકોએ વરસતા વરસાદમાં પણ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો
પાટણ જિલ્લામાં ૨૨૪ સરપંચની બેઠકો માટે તથા ૫૬૩ સભ્યોની બેઠક માટે આજે મતદાન યોજાયુ. જિલ્લામાં કુલ ૬૦૬ મતદાન મથકો
ખાતે વહેલી સવારથી મતદાન માટે લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. સવારથી વાદળછાયું અને વરસાદી વાતાવરણ હોવા છતાં મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વરસતા વરસાદમાં પણ લોકોએ મતદાન કરી અન્ય લોકોને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી. જિલ્લામાં કુલ ૫,૧૧,૯૪૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.
જિલ્લામાં ૩૮૦ ગ્રામ પંચાયતોમાંથી ૭૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિન હરીફ (સમરસ) બની છે. જ્યારે ૭૮ ગ્રામ પંચાયતો અંશત: બિન હરીફ બની છે.
ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ૧૩૦૮ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૬૫૦ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા. જેમાંથી ૧૨૯૬ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૫૭૯ ફોર્મ સભ્યોની બેઠક માટે માન્ય રહ્યા હતા. જેમાંથી ૯૪ સરપંચ તથા ૧૯૬૦ સભ્યો બિન હરીફ બન્યા હતા. જેમાં ૬૨૫ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા ૧૨૨૫ ઉમેદવાર સભ્યો માટે આજે મતદાન યોજાયું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
