July 11, 2025 10:52 am

Radhanpur : રાધનપુરમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની બેઠક યોજાઈ: ગેરકાયદેસર કતલખાના બંધ કરવા નગરપાલિકાને ચીમકી

રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લા અધ્યક્ષ નાનજીભાઈ ઠાકોર અને જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડના નેતૃત્વ હેઠળ રાધનપુરના સીનાડ ગામે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સાંથલપુર તાલુકા ઉપપ્રમુખ વિક્રમ ઠાકોર, વિષ્ણું ઠાકોર, પાટણ ગૌરક્ષક પ્રકાશભાઈ તેમજ રાધનપુર તાલુકા ગૌરક્ષક ગણપતભાઈ સહિતના હોદ્દેદારોએ હાજરી આપી હતી.

બેઠક દરમિયાન રાધનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના અને મટન દુકાનો મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સંગઠનના હોદ્દેદારોએ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા માંગણી કરી હતી.

જિલ્લા પ્રમુખ દ્વારા નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટરને ટેલિફોન દ્વારા સંપર્ક કરી રાધનપુરમાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો હિન્દુ મહાસભાના હોદ્દેદારો નગરપાલિકા સામે ધરણાં આંદોલન કરશે.

હવે જોવાનું એ રહ્યું છે કે નગરપાલિકા ગેરકાયદેસર કતલખાના મુદ્દે કઈ કાર્યવાહી કરે છે કે સંગઠન ધરણાં પર ઉતરે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ