July 11, 2025 11:43 am

શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

વિસાવદર અને કડીના પરિણામોથી નિરાશ થયા બાદ રાજીનામાની જાહેરાત

ગુજરાત કોંગ્રેસમાં મોટો રાજકીય ધમાકો થયો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે પદેથી રાજીનામું આપ્યું છે.

તેમણે કહ્યું કે, વિસાવદર અને કડીની ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામોથી હું આત્મમંથન કરી રહ્યો હતો અને હવે સમય છે જવાબદારી લેવાનો.

શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, “હાઇકમાન્ડે નવા જિલ્લા પ્રમુખોની કામગીરી પર ત્રણ મહિનાનો અવલોકન કરવાનો નિર્ણય લીધો છે.

પ્રમુખોની યાદી તૈયાર કર્યા બાદ મને દિલ્હીમાં બોલાવવામાં આવ્યો હતો.

પરિણામો સારાં ન આવતા હું મારા પદેથી રાજીનામું આપું છું.”

ગોહિલે જણાવ્યું કે તેઓ પાર્ટી માટે આગળ પણ કાર્યરત રહેશે પણ હવે નવા નેતૃત્વને મોકો મળવો જોઈએ.

તેમના રાજીનામા બાદ રાજ્ય કોંગ્રેસના નવા નેતૃત્વ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર પ્રદેશ પ્રમુખ પદ માટે કેટલાક સિનિયર નેતાઓના નામ ચર્ચામાં છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે,

જે સંગઠન પુનર્રચનાની દિશામાં પગલું માનવામાં આવી શકે.

કોંગ્રેસને કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં હારના કારણે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું –

નવા પ્રમુખ ના નામની જાહેરાત ના થાય ત્યા સુધી આ જવાબદારી દાણીલીમડાના ધારાસસભ્ય શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ