July 11, 2025 11:37 am

Rapar : 23 જૂન 2025 ના આંતરરાષ્ટ્રીય વિધવા મહિલા દિવસ નિમિત્તે રાપરના દૂધ ડેરી વિસ્તારમાં એકલ નારી શક્તિ મંચ કચ્છ ગુજરાત દ્વારા વિધવા મહિલાઓનુ એક સંમેલન યોજાઈ ગયેલ.

આ સંમેલનમાં રાપર શહેર તેમજ તાલુકાની 150 જેવા બેનો હાજર રહેલ, વિધવા મહિલાઓએ તેમની આપવીત્તિ એકબીજા સમક્ષ મૂકી, સમાજમાં વિધવા મહિલાઓ સાથે થતા ભેદભાવ,ઘરેલુ હિંસા અને કુરિવાજો સામેના સંઘર્ષની વાત કરી હતી,

વિધવા મહિલા પ્રત્યે સમાજનો દૃષ્ટિ કોણ બદલવા શિક્ષણ અને સંગઠન ઉપર ભાર મુકેલ. સરકારની વિવિધ યોજનાઓ અંગે સંગઠનના સમર્થક અને સામાજિક કાર્યકર્તા અનિલ ધેડા દ્વારા વિધવા સહાય, વય વંદના યોજના, કુંવરબાઈનું મામેરું, વ્હાલી દીકરી યોજના અંગે વિસ્તારથી માર્ગદર્શન આપેલ, કાર્યક્રમ દરમિયાન એકલ નારી શક્તિ મંચના ઉપપ્રમુખ હલીમાબેન સોઢા દ્વારા ગુજરાતના એકલ બહેનોની પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવેલ હતી તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ મહિલાના આઠ ટકા મહિલાઓ એકલવાયું જીવન યાપન કરી રહી છે અને માંડ માંડ પોતાનો પેટીયુ રડાવી રહી છે જ્યારે સરકાર શ્રી આ મહિલાઓને ફક્ત 1250 રૂપિયા વિધવા સહાય પેટે આપે છે, જેમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડે છે, જ્યારે હસીનાબેન ઘાંચી દ્વારા એકલબહેનો એ વર્તમાન અને ભાવિ સમસ્યાઓ સામે એકજુથ થઇ સમસ્યાઓ નુ સમાધાન કરવા સમજ આપી હતી, જયારે શેરબાનુ બેન સિદી દ્વારા એકલબેનો ની માંગણીઓનું વાંચન કયુઁ હતુ, આ સાથે બહેનોએ રાપર મામલતદાર શ્રી ને રાજ્યપાલ અને મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને સંબોધીને 62 બહેનોની સહીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલની મોંઘવારીને જોતા સરકાર શ્રી દ્વારા જે 1250 રૂપિયા વિધવા સહાયના મળે છે તેમાં વધારો કરીને 3000 રૂપિયા આપવામાં આવે આ સિવાય અન્ય કેટેગરીની મહિલાઓ એટલે કે ત્યકતા, છૂટાછેડા લીધેલ મહિલા, અવિવાહિત મહિલાઓને આ યોજનામાં સમાવવામાં આવે. આવાસ યોજનાઓમાં વિધવા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવે. સાથે જે એકલ બેનોના રાશનકાર્ડ એપીએલ બીપીએલ છે તે રાશનકાર્ડ અંત્યોદય કાર્ડ બનાવવામાં આવે, હાલમાં જે મામલતદાર કચેરીમાં મહિલાઓને સરકારી કામમાં જે તકલીફ પડી રહી છે ત્યાં અલગથી મહિલાઓ માટે ખાસ બારીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણીઓ સાથે એકલનારી શક્તિ મંચ ગુજરાત ના એકલબહેનો આવેદનપત્ર આપવામાં આવેલ,

The Gujarat Live News રિપોર્ટર રાઠોડ વરજાંગ બિ કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ