July 11, 2025 11:02 am

Varahi : વારાહી નજીક નેશનલ હાઈવે પર મોટો અકસ્માત: ટ્રેલર ઘેટાંઓના ટોળા પર ફરી વળતાં અંદાજે 100 ઘેટાંના કરુણ મરણ

પાટણ જિલ્લાના વારાહી ગામના નેશનલ હાઈવે પર સોમવારે રાતના ટાઈમે એક હ્રદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક ઝડપે દોડી આવેલ ટ્રેલરે ઘેટાંઓના ટોળાને હડફેટે લેતા અંદાજે ૧૦૦ ઘેટાંઓનાં ઘટના સ્થળે જ કરુણ મરણ નિપજ્યાં છે, જ્યારે અનેક ઘેટાંઓ ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફોજી કોમ્પ્લેક્ષ પાસે હાઈવે પર ઘેટાંઓનું ટોળું પસાર થઇ રહ્યું હતું, ત્યારે ટ્રેલર નં. RJ 06 GD 6457 હાઈવે પર બેદરકારીપૂર્વક પુરઝડપે દોડી આવતાં ઘેટાંઓને ટક્કર મારી હતી. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વારાહી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સ્ટાફે મૃત ઘેટાંઓને સાઈડમાં ખસેડી ટ્રાફિકને નિયંત્રિત કર્યો અને ટ્રેલરના ચાલકને કબજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

🔹 આ ઘટનાથી પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ડ્રાઈવરની બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ